Monday, February 18, 2008

મોડો પડ્યો

પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો
બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા
સ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો
મૌનને પણ વાંચવમાં હતો રવિ કાબેલ
આંખના ઇશારા સમજવામાં જરાક મોડો પડ્યો
વર્ષોની તમન્ના હતી જેની જીંદગીને એ
મરણ હાથતાળી આપી છટક્યું જરાક મોડો પડ્યો

No comments: