હુ શુ કહુ મારા આ બ્લોગ વિષે? જીવનમા ક્યારેક હુ જાતે કવિતા લખીશ? સપનામા પણ વિચાર્યુ નતુ.... પણ કોણ જાણે ક્યારે હુ કલમ અને કાગળ લઈ ને બેઠો અને મારા આ નવા જીવનની શરુઆત થઈ ગઈ...મને કાવ્યની સાથે સાથે ગઝલ અને શાયરી નો પણ ગજબનો શોખ છે..સાથે સાથે જેને વગર ન રહિ સકુ એવા ક્વોટ/કહેવતો નો પણ ....મારો બનતો પ્રયત્ન રહેસે કે તમને અહિ થિ મારી રચનાની સાથે સાથે અન્ય કસબીઓની પણ રચના માણવા મળે....
Wednesday, October 22, 2008
પ્રીયતમ ના સ્પૅશ જેવો કોઇ મલમ નથી હોતો
Wednesday, October 15, 2008
વસ્તવિકતમાં કોણ રહે છે ?
સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?
સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે!
બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે !
વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !
વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે!
આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે !
હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી !
નથી
કોઇની પણ વાતમાં પડતો નથી,એટલે હું કોઇને નડતો નથી।જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,ભાગ્ય સાથે હું કદી લડતો નથી।કોણે છલકાવ્યા નજરના જામને,આમ તો હું જામને અડતો નથી।હામ હૈયામાં છે મારા એટલે,ઠોકરો ખાઉં છું પણ પડતો નથી
Sunday, March 16, 2008
तलाश करता है
न जाने किसका कबीला तलाश करता
हैफकीर शहर का नक्शा तलाश करता है,
मिटा के रात की तारिकियाँ, ये सूरज
भीजमीन पे अपना ही साया तलाश करता है,
बना के खंदके हर सिम्त अपने हाथों से
अजीब शख्स है रास्ता तलाश करता है,
मैं जानता हू मेरी प्यास पर तरस खाकर
वो मेरी आखों मे एक दरिया तलाश करता है,
खलील... आज वो आईने बेचनेवाला...
कुवें मे झांककर अपना ही, चेहरा तलाश करता है....
Thursday, March 13, 2008
शायरी..
Aapki muskan hamari kamjori hai,
Keh na pana hamari majburi hai,
Aap kyon nahin samajhte is khamoshi ko,
Kya khamoshi ko zuban dena jaruri hai?
शायरी...
आपने
Hamara har lamha chura liya aapne,
aankhon ko ik chand dikha diya aapne
Hamein zindagi to di kisi aur ne,
par pyaar itna dekar jeena sikha diya aapne।
शायरी....
Lamhe ye suhane saath ho na ho,
kal me aaj jaisi koi baat ho na ho,
aapka pyar hamesha is dil mei rhega,
chahe poori umar mulakat ho na ho॥
અર્પણ....
જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ....
મળે ના મળે...
નદીની રેતમાં રમતું નગર મળે ના મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ના મળે
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ના મળે
પરિચિતોને ધરાઇને જોઇ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ના મળે...
Monday, February 18, 2008
અનામિકા
દિલની કલમને આજ અજ્માવી રહ્યો છુ
મનના વિચારોને આજ વાચા આપી રહ્યો છુ
મારી નજરથી આજ તને આસપાસ શોધી રહ્યો છુ
પણ પ્રિયે તારી જ નજરથી દુનિયા જોઇ રહ્યો છુ
તારા કોમલ હાથની હથેળીને આજ હુ શોધી રહ્યો છુ
પણ એ જ તારા હાથના સ્પર્શને મહેસુસ કરી રહ્યો છુ
તારા એ મીઠા ગુસ્સાને આજ હુ શોધી રહ્યો છુ
પણ તારા વિશ્વાસે જ મારા શ્વાસને હંકારી રહ્યો છુ
બંધ નજરે આજ હુ તારી છબી શોધી રહ્યો છુ
પણ તારૉ જ પદછાયો બની હુ ચાલી રહ્યો છુ
ગબડીને ગુલામટુ ખાતા હુ તને શોધી રહ્યો છુ
પણ તારા ખભે હાથ મુકી તો હુ પગલી ભરી રહ્યો છુ
અધવચ્ચે રણમાં ભટકીને આજ તને શોધી રહ્યો છુ
પણ તારા સમીપ લાવતી પગદંડીને જ ભેટી રહ્યો છુ
રાત્રીએ સપનામાં તને શોધી રહ્યો છુ
સપના પુરા કરનાર પરી પણ તું જ એ પણ માની રહ્યો છુ
સવારે સુર્યના કોમળ કિરણોમાં તને શોધી રહ્યો છુ
પણ તારા તેજસ્વી કિરણપુંજથી જ તો હુ ઝળહળી રહ્યો છુ
મારા અસ્તિત્વની તલાશમાં તને શોધી રહ્યો છુ
પણ મારુ અસ્તિત્વ જ તું છે એ હુ સ્વીકારી રહ્યો છુ
મોડો પડ્યો
તારો જવાબ શું હશે?
Friday, February 01, 2008
तलाश कर...
Thursday, January 24, 2008
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?
Wednesday, January 23, 2008
વેદના છે
પ્રત્યેક શ્વાસ સાથે સરક્યાની વેદના છે
દિલને કશું નથી પણ ધડક્યાની વેદના છે
મૂકીને શૂન્યતાને ચાલ્યું ગયું છે કોઇ
સૂનાપણાના ઘરમાં ભટક્યાની વેદના છે
આથી સરસ હતી કૈં નાદાનિયત અમારી
સમજાવું ક્યાં જઇને સમજ્યાની વેદના છે
થીજી ગયેલા આંસુને ખાળવાની વેળા
આંખોમાં એક સૂરજ સળગ્યાની વેદના છે
સ્પર્શ્યા'તા કોક જન્મે ડાળી લજામણીની
આજેય ટેરવામાં અડક્યાની વેદના છે
Wednesday, January 09, 2008
સજા - મજા
Tuesday, January 08, 2008
અનામિકા ....
મારી નજરથી આજ તને આસપાસ શોધી રહ્યો છુ
પણ પ્રિયે તારી જ નજરથી દુનિયા જોઇ રહ્યો છુ
તારા કોમલ હાથની હથેળીને આજ હુ શોધી રહ્યો છુ
પણ સાથે સાથે એ જ તારા હાથના સ્પર્શને મહેસુસ કરી રહ્યો છુ
તારા એ મીઠા ગુસ્સાને આજ હુ શોધી રહ્યો છુ
પણ તારા વિશ્વાસે જ મારા શ્વાસને હંકારી રહ્યો છુ
આ કાવ્ય મારાથી અધુરુ રહ્યુ છે. લખવા માટે ઘણુ થાય છે પણ જ્યારે આ કાવ્ય લઇને બેસુ છુ મન ભરાઈ જાય છે અને કાવ્ય એ જ હાલતમાં રહે છે.મારી નમ્ર વિનંતી છે અન્યને જે આ કાવ્યને પુરી કરી આપે.
Sunday, January 06, 2008
નામ યાદ આવસે અમારુ
લખી લેજો હથેળીમાં નામ અમારુ
સ્નેહના સાગરમાં છે ધામ અમારુ
કોઇક દિવસ તો તરસ લાગસે તમને
હથેળીથી પાણી પીતા નામ યાદ આવસે અમારુ
Tuesday, January 01, 2008
તો જ ખરુ
તારી નજ્દીક રહી તારી પડખે હરદમ રહી શકુ તો ખરુ
તારા મનમાં રહી તારા વિચારોમાં રહી શકુ તો ખરુ
તારી યાદોમા તડપી જીવી શકુ તો ખરુ
તારી આ સુમધુર મદમસ્ત આંખોમાં રહી શકુ તો ખરુ
મારી યાદમાં વહેતા તારા અશ્રુમાં રહી શકુ તો ખરુ
મારી સાથે વિતાવેલા તારા હરેક પળમાં જીવી શકુ તો ખરુ
તારા રુદન વેળાએ તને ખભો આપી શકુ તો ખરુ
આખી જીંદગી તારા હાથમાં હાથ પરોવી શકુ તો ખરુ
મારા અને તારા આ પ્રેમની અગ્નિપરીક્ષા પાર કરી શકુ તો ખરુ