Tuesday, October 06, 2009

રસ્તા

ક્યાંક જો ફંટાય છે રસ્તા,
તો પછી ખોવાય છે રસ્તા.

‘ને તિરાડો લાખ પૂરીએ
તો ય ક્યાં સંધાય છે રસ્તા?

આંખમાં આંજો જરા શમણું,
તો નવા પથરાય છે રસ્તા.

માત્ર એક ડગલું ભરી ચાલો,
પ્હાડમાં કોરાય છે રસ્તા.

છે બધાની એક તો મંઝિલ,
કેમ નોખા થાય છે રસ્તા!

ભાર વેંઢારી અમે થાક્યા
કેટલા લંબાય છે રસ્તા!

Monday, August 24, 2009

My Prince

Kiss me, my Prince

I am waiting for you

To bring my heart to life

To bring my love to you.



Show me, my Prince

Of what beats in your heart?

That makes your heart move

Of you, I am a part.



Hold me, my Prince

Your loving arms I need;

To fly through time and space

And dine on honey and mead.



Lead me, my Prince

Upon your life’s quest;

And hold my hand all the while

Until at last we rest.

Sunday, August 23, 2009

આ પ્રેમની રમત પણ કમાલ છે


 પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે

છેવટે એકલો નાખુદા હોય છે


કોઇને કોઇ પર  ફિદા હોય છે.
શું ખબર કેમ મન ગુમસુદા હોય છે.
ખાસ કારણ નથી હુસ્નના વિશ્ર્વમાં,
ઇશ્કના દાવ પણ પેચીદા હોય છે.
જેમના ભાગ્યમાં મયકદા હોય છે.
 પરિંદા બહું ઉમદા હોય છે.
સાવ સીધી સરળ ફિલસૂફી છે
સખી,કોઇ હોતું નથી ત્યાં ખુદા હોય છે.
 રીતે મન મનાવી લીધું છે અમે,
આગમન હોય ત્યાં અલવિદા હોય છે.
પળના પડછાયા પકડી શકાતા નથી,
જાગરૂક ને જરા સાબદા હોય છે.
નાવ દરિયો બધું ક્યાંક ગાયબ થતું,
છેવટે એકલો નાખુદા હોય છે.

બાળપણ ભેળું કર્યું



રેતની કણ કણ વીણીને એક રણ ભેળું કર્યું,
સ્વપ્નના કટકાઓ સાંધી મેં સ્મરણ ભેળું કર્યું.

વાર્તા કહેતા અચાનક હું અવાચક થઇ ગયો,
શબ્દને તોડી મરોડી વિવરણ ભેળું કર્યું.

બાગ,દરિયો,વૃક્ષ,ફૂલો ને પ્રતિક્ષાનું નગર,
એક લીટીમાં લખેલું સાંભરણ ભેળું કર્યું.

નામ એનું આંખમાં આંજી અને ઊંઘી ગયો,
ગાઢ નીદરમાંય પાછું જાગરણ ભેળું કર્યું,

ભાર લાગે છે મને મોટા થવાનો એટલે,
શેરીઓમાંથી રઝળતું બાળપણ ભેળું કર્યું.

દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં

દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીંબતાવશે નહીં

પગલીને મારી ભૂંસવા  હું મળ્યો તને,
તારી ગલીને  હવે સજાવશે નહીં.

તું પણ બનીને દોસ્ત છો ને આવતો ખુદા,
તું પણ જરૂર હશે ને ત્યારે આવશે નહીં

લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.

 શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.

ભાગ્યમાં જે હોય છે તે થાય છે



દિલને ગમતીલો ઘાવ ત્યાં ઘેરો  મળ્યો
માત્ર એકાંત મળ્યુંકોઈ ઉમેરો  મળ્યો



આપણા યુગનું  કમભાગ્ય છે કેવું ભારે
કે ગયા ચાંદ સુધી ને કોઈ ચહેરો  મળ્યો.

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ  કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

n  આદિલ

તને દેખાઇશ હું તારા અનોખા સગપણમાં

જરાક જોઈ લે તારા હૃદયના દર્પણમાં,

બધું  આવી જશે આપોઆપ સમજણમાં;

પ્રયત્ન કર જરા તું પ્રેમને સમજવાનો,

તને દેખાઇશ હું તારા અનોખા સગપણમાં.

Friday, June 12, 2009

ચાલશે

આમ તો તમે ભલે અમને ન બોલવો,

પણ આંખો મિલવી દેશો તો ચાલશે;

તમે ભલે અમારી સામે ન જુવો
,પણ હસતો ચહેરો બતવશો તો ચાલશે;

તમે ભલે અમને સ્પર્શી ન શકો,

પણ ભીડમા અથડાઇ જશો તો ચાલશે;

તમે ભલે અમને ન ઓળખો,

પણ અજનબી થઇ ને આવશો તો ચાલશે;

તમે ભલે દુનિયા ના ડરથી દૂર રહો ,

પણ ચોરી ચોરી દિલમા અમને રાખશો તો ચાલશે;

તમે ભલે અમને સદા આંખોમા ના રાખો,

પણ આંખ ના પલકારામા રાખશો તો ચાલશે;

તમે ભલે અમને દિલમા ના રાખો,

પણ દિલ ના ખૂણે જગ્યા આપશો તો ચાલશે;

તમે ભલે જિંદગીભર ન મળો,

પણ જિંદગી ના છેલ્લા સમયે મળશો તો ચાલશે;

બાકી રહે

આંખમાં ભીંજાયલી કોઇક ક્ષણ બાકી રહે,
ક્યાંક કોઇ શેરમાં તારું સ્મરણ બાકી રહે
લાગણીની સૂકી ડાળે ફૂલ ક્યાંથી આવશે,
હસ્તરેખાઓની વચ્ચે માત્ર રણ બાકી રહે
યાદની દીવાલને હા, તોડવી સહેલી નથી,
આંસુઓની રેત પર તારાં ચરણ બાકી રહે
સાતમા આકાશ પર લઇ જાય છે કોઇ મને,
ને છતાં આ હોલ વચ્ચે એક જણ બાકી રહે
ચાંદની લહેરાય છે મારી નસેનસમાં જયંત
રક્તમાં એ સ્પર્શનું પહેલું કિરણ બાકી રહે