Thursday, December 02, 2010

ભુલ હતી કે મારી મુર્ખામી

વાત જાણી અન્જાન બન્યો ને તને પ્રેમ કરતો રહ્યો,
ભાન ભુલીને બસ તારામાં ખોવતો રહ્યો,
લાખ ટકોર અવગણી આગળ ધપતો રહ્યો,
તને પામવાની ખુશીમાં ખોવાતો રહ્યો,
પ્રેમમાં દગો ન હોય એ વિચારે જીવતો રહ્યો,
પણ તે વિશ્વાસ તોડ્યો ને હુ મરતો રહ્યો,
મારી પીઠમાં ખંજર ભોક્વાની પળ યાદ કરતો રહ્યો,
ચિત્રગુપ્ત પાસે ચોપડો ખોલી રવિ વિચારતો રહ્યો,
ભુલ હતી કે મારી મુર્ખામી કે ફક્ત તને જ પ્રેમ કરતો રહ્યો.


                                                        - રવિ ભટ્ટ


જીવ્યો આ જીંદગી

બેફામ બની જીવ્યો આ જીંદગી
બેપરવાહ  બે હિસાબ  બની
જીવ્યો આ જીંદગી
આંખ ન ખુલી તે ન જ ખુલી
પુરા  કરવા સ્વપ્ન
જીવ્યો આ જીંદગી
બેહિસાબ "ધન" છે... શુ ફરક પડે  છે???
ફરક પડ્યો ત્યા સુધી
જીવ્યો  આ   જીંદગી
હુ કેટલો "ખાસ" છુ... બસ એ ખબર હતી
હુ સાવ "આમ" થયો ત્યા સુધી
જીવ્યો  આ  જીંદગી
                                   

                                     ---- " મેક્ષ વાલા"

Sunday, November 21, 2010

અનહદ યાદ આવી

હવે એ સંબંધ તો રહ્યો નથી તો પછી,
આજ અચાનક જ કેમ મને એની યાદ આવી.

આજ મને સ્ફુર્તિ ને બદલે બેચેની કેમ આવી,
એની સાથે વિતાવેલી સ્કૂલ કેમ આજ યાદ આવી.

ભીની રેતમાં ચાલતા ચાલતા કેમ એ કોમળ ન લાગી,
એના પહેલા પહેલા સ્પર્શની કેમ આજ યાદ આવી.

સમંદર કિનારે આજ મને કેમ પાણીની છાલકો વાગી,
હાથ મા હાથ રાખી ને ચાલતા હતા એ પળ કેમ યાદ આવી.

જમતા જમતા કેમ મને આ્જ  અચાનક હિચકી આવી,
એણે મારા માટે બનાવેલી પેલી ચોકોલેટ જ કેમ યાદ આવી.

પથારીમા સુતા સુતા કેમ મને આજ નિન્દર ના આવી,
એની સાથે વિતાવેલી સુહાનિ પળો જ કેમ યાદ આવી.

સ્વપ્ન છે કે હકિકત એની સમજ કેમ ના આવી,
પ્રેમમાં પાગલ રવિ તને આજે એ કેમ આટલી યાદ આવી.

એને ભુલવાની અનેક કોશિશ છતા પણ કેમ એ ક્ષણ ના આવી,
આજ અચાનક જ કેમ મને એ અનહદ યાદ આવી.

                                                                               -----રવિ ભટ્ટ

Saturday, November 20, 2010

આટલા દિવસ પછી પણ યાદ અપાવે છે

આજે ઘણા દિવસ પછી મને એની યાદ આવી
આમ તો કામમાં દિવસ કયાં નીકળી જાય
ખબર જ ન પડે.
પણ ખબર નહીં…..
આજે અચાનક જ કેમ
તેની ખોટ સાલે છે
આમ તો બધુ જ બરાબર છે.
પણ દિલના કોઈક ખૂણે કાંઈક ખૂંચ્યા કરે છે
કદાચ મને એની જરૂર છે.
પણ ના,
હવે એ સંબંધ તો રહ્યો નથી
કે એકબીજાની જરૂર ઊભી થાય
તો પછી શું છે જે આજે
આટલા દિવસ પછી પણ યાદ અપાવે છે

                 ---- Other

તારા ગયા પછી....


કેવી અજબ સુવાસ છે તારા ગયા પછી,
જાણે તું આસ પાસ છે, તારા ગયા પછી


સૂરજ તપે છે તે છતાં જાણે વસંત છે,
તારો હવામાં શ્વાસ છે, તારા ગયા પછી…

                                                  
                                               -રતિલાલ અનિલ

અમૃત કહી ઝેર ના આપતા.

 પ્રેમ ની કિંમત કદી પૈસા થી ના આંકતા , 
વિશ્વાસ આપી ને દગો ના આપતા ,
જીવ જોઈતો હોય તો મોઢે માગી લેજો દોસ્ત ,
પણ અમૃત કહી ઝેર ના આપતા.....
                       
                                --Other

Saturday, August 21, 2010

Pain... & .... Expression

Every heart has a pain..... Only the way of Expression is different...... some hide it in eyes while some hide in their smile