Saturday, September 30, 2006

જીત જ લક્ષ્ય છે યાર


હાર થી ગભરાઇને બેસીશ નંઇ તુ યાર
હારથી હાર્યા કેટલાં પણ તારી જીતવાનું છે યાર

હારથી અટવાઇને મુંઝાઇશ્ નંઇ તુ યાર
મુંઝવણને મારી ને આગળ ધપતો રે યાર

હારથી શરમાઇને લપાઇશ નંઇ તું યાર
હાર ખુદ જાય લપાઇ એવું કાંઇક કર તુ યાર

હાર થી વિચલિત થઇ પ્રયત્ન મુકીશ નંઇ તુ યાર
મોતી માટે મરજીવા જેમ દરિયો ખેડી જાણ યાર

હારથી દુ:ખી થઇ ને રોઇશ નંઇ તુ યાર
હારથી શીખ એટલું તુ હાર ખુદ શરમાઇ જાય યાર

હારથી હારીને ભાગીશ નંઇ તું યાર
હિંમતથી કર સામતો જીત આવશે સામેથી યાર

હારથી ગભરાઇને હિંમત હારીશ નંઇ તુ યાર્
નામ કરી દે જગતમાં હારને હરાવીને યાર

હારીને વિચારોના વમળમાં ભટકીશ નંઇ તુ યાર
અડગ કર નિશ્છ્ય મનનો હવે જીત જ લક્ષ્‍ય છે યાર

મોત


મોંતને માણવાની છે મજા, માણીને મ્હાલવાની છે મજા
અરે! ઉંબરે દસ્તક દેતું હોય મોત ત્યારે નચિકેત બની યમ ને હંફાવવામાં છે મજા

મોતને સ્વીકારવામાં વળી શી મજા? મોતની ગુલામીમાં છે શું મજા?
ભગત બની મોતને લલકારવામાં છે મજા? આજાદ બની મોતને ભેટવાની છે મજા

મોત જોઇ ડરવામાં શું મજા? લાલા માફક સામી છાતીએ લડવામાં છે મજા
ઝીણાની માફક દેશદ્રોહમાં શું મજા? ગાંધી-સરદાર જેમ ેદેશનિષ્ઠામા છે મજા

મોતને તાબે થવામાં શું મજા? સાવિત્રી બની યમને ડરાવામાં છે મજા
અપંગની જેમ પંગુતામાં શું મજા? રુત્વિકની જેમ ઝઝુમવામાં છે મજા

ધડાકાકરી લોકોને મારવામાં શું મજા? કારગિલ જઇ ગોળી ઝિલવામાં છે મજા
મફતમાં દફન થવામાં શું મજા? જીવન હોમી અમર થવામાં છે મજા

મિથ્યામાં રાચી મોતને ભુલવામાં શું મજા? મોતનુ કફન બાંધી ફરવામાં છે મજા
અત્યાચારનો ભોગ બનવામાં શું મજા? ઝાંસીવાલી બની સામનો કરવામાં છે મજા

આત્મહત્યામાં વળી શી મજા? જીવને ઉગારવામાં છે કંઇ ઓર મજા
મનમાં ને મનમાં મરવાની શી મજા? પ્રેરણાદાયી બનવામાં છે ખુબ મજા

મોતથી વ્યથિત થવામાં શું મજા? હસતાં હસતાં મરવામાં છે મજા
જીવની ભીખ માંગવામાં શું મજા? નીડર બની મોત માંગવાની છે મજા

મોતને માણવાની છે મજા, માણી ને મ્હાલવાની છે મજા
મોતથી ભાગવામાં નથી કંઇ મજા, જીવનની હકીકત સ્વીકારવામાં છે મજા

વ્યથા


જીવનનાં આરંભથી અંતમાં છે વ્યથા
વ્યથાના ચિતારમાં પણ છે વ્યથા

મુકને સતાવે છે બોલ્વાની વ્યથા
બધિરને સાંભળવાની વ્યથા

બાળને છે પાપા-પગલીની વ્યથા
યુવાનને છે ડગલાં સંભળવવાની વ્યથા

તરુણને સતાવે છે પ્રેમની વ્યથા
વ્રુદ્ધને છે સ્વાસ્થ્ય સંભળવવાની વ્યથા

કરોળિયાને જાળ રચવાની વ્યથા
માંકડાને છે ખેલ કરવાની વ્યથા

દિવાકરને છે દ્રષ્ટિ ની વ્યથા
કલાકાર ને છે કલાનિદર્શનની વ્યથા

ધર્મગુરુઓમાં શ્રદ્ધા રાખવાની વ્યથા
દેશમાં છે એકતા ટકાવવાની વ્યથા

પંછીને છે મુકત ગગનની વ્યથા
રવિને છે અરમાનો પુર્ણ કરવાની વ્યથા

દરેક જીવનની છે કંઇક વ્યથા
જીવનને ચોટીએ પહોંચાડવાની છે વ્યથા

શબ્દની માયાજાળ


શબ્દની માયાજાળ છે જિદગી અને એમાં જ ફસાય છે જિંદગી
શબ્દની શું વાત કરુ, એનાથી જ હણાય છે જિંદગી


શબ્દની માયાજાળ છે જિદગી અને શબ્દમાં જ ગુંચવાય છે જિંદગી
ગુંચની શું વાત કરું , ગુંચમાં જ તો અટવાય છે જિંદગી

શબ્દની માયાજાળ છે જિદગી ને શબ્દથી જ હરાય છે જિંદગી
હારની શું વાત કરું,હાર થી જ ધડાય છે જિંદગી

શબ્દની માયાજાળ છે જિદગી ને શબ્દથી જ જીતાય છે જિંદગી
જીતની શું વાત કરું, જીતમાં જ સમાય છે જિંદગી

શબ્દની માયાજાળ છે જિદગી ને શબ્દથી જ હરખાય છે જિંદગી
હરખની શું વાત કરું, હરખ થી જ નવપલ્લવિત થાય છે જિંદગી

શબ્દની માયાજાળ છે જિદગી ને શબ્દ્થી જ પ્રજ્જ્વલિત થાય જિંદગી
પ્રજજવલતાની શું વાત કરુ ,પ્રજજવલતાથી જ રવિમય થાય જિંદગી

શબ્દની માયાજાળ છે જિદગી ને શબ્દની જ ગુલામ ચી જિંદગી
ગુલામી ની શું વાત કરું, મુકત પંછીની જેમ જીવાય છે જિંદગી

અંજલી

વર્ણવવા શું શબ્દમાં શબ્દ નથી મ્હારી પાસ
મનને વાચા હોત તો નરસિંહ અદેખાઇ ખાત

ધડયો છે જેણે મને તેને સમર્પિત છે આજ
માતપિતા જે માહરા શિવશક્તિ મ્હારી માટ

બાલ્યકાળથી આજસી ખદા છે જે મ્હારી સાથ
પીઠબળ છે માહ્રરું ગર્વની છે વાત

અણદેખી કરી પ્રભુ અનેક વિટંબના જેની માટ
તે હું અજ્ઞાની જીવડો ભુલીશ નઇ કોઇ કાજ

સાચ્વ્યો વ્હાલો જીવથી ઢાલ બની ખમી વાર
જીવ સંગ્રામમાં રક્શયો રવિ દઇ કાળ ને મ્હાત

પાંગરેલ છોડ કેળ્વ્યો શિક્ષક બનીને આપ
જતન કર્યુ પ્રેમથી કર્યો તેજસ્વી આફતાબ

ક્ષમા કરી છે અનેક ભુલો અક્ષમ્ય જે ગ્રંથમાંહ્ય
પુનરાવર્તિત નહીં કરું ભલેને જીવ હોમાય

દુ:ખના દાહડાં વિત્યાં હવે સુખશાંતિ સચવાય
સપનાં પુર્ણૅ થશે વિભા રધુકુળ પ્રણ ન લજવાય

આશિષ્ આપો પ્રભુ કુળદિપ બનું આ જ ઘરમાંય
શ્રવણ બની આવિશ હું નામ કરીશ જગમાંહ્ય

વર્ણવવા શું શબ્દમાં શબ્દ નથી મ્હારી પાસ
મનને વાચા હોત તો નરસિંહ અદેખાઇ ખાત