Sunday, November 21, 2010

અનહદ યાદ આવી

હવે એ સંબંધ તો રહ્યો નથી તો પછી,
આજ અચાનક જ કેમ મને એની યાદ આવી.

આજ મને સ્ફુર્તિ ને બદલે બેચેની કેમ આવી,
એની સાથે વિતાવેલી સ્કૂલ કેમ આજ યાદ આવી.

ભીની રેતમાં ચાલતા ચાલતા કેમ એ કોમળ ન લાગી,
એના પહેલા પહેલા સ્પર્શની કેમ આજ યાદ આવી.

સમંદર કિનારે આજ મને કેમ પાણીની છાલકો વાગી,
હાથ મા હાથ રાખી ને ચાલતા હતા એ પળ કેમ યાદ આવી.

જમતા જમતા કેમ મને આ્જ  અચાનક હિચકી આવી,
એણે મારા માટે બનાવેલી પેલી ચોકોલેટ જ કેમ યાદ આવી.

પથારીમા સુતા સુતા કેમ મને આજ નિન્દર ના આવી,
એની સાથે વિતાવેલી સુહાનિ પળો જ કેમ યાદ આવી.

સ્વપ્ન છે કે હકિકત એની સમજ કેમ ના આવી,
પ્રેમમાં પાગલ રવિ તને આજે એ કેમ આટલી યાદ આવી.

એને ભુલવાની અનેક કોશિશ છતા પણ કેમ એ ક્ષણ ના આવી,
આજ અચાનક જ કેમ મને એ અનહદ યાદ આવી.

                                                                               -----રવિ ભટ્ટ

1 comment:

Ujval said...

wah.. maja aavi gayi...