Thursday, March 04, 2010

એક પુરુષ ખરીદવો છે મારે

મેં જોયો
બજારમાં એક પુરુષનેએક સ્ત્રી ખરીદતાં
મારે પણ ખરીદવો છેએક પુરુષ
સાફ દાઢીમૂછચોખ્ખા કપડાંઓળેલા વાળ
શરીર અને સ્નાયુઓ દેખાય એમ મુકાયો હોય જે
મુખ્ય માર્ગ પરવેચાવા
તેને કોલરથી ખેંચી
રિક્ષામાં ફેંકવો છે
તેની ગરદનપેટ અને છાતીમાં આંગળીઓ નાખી
ઘેર લાવી પટકવો છે પથારીમાં
ને પેટ ભરાય એટલે
એડીવાળાં સેન્ડલથી ફટકારીગંદી ગાળો દઈ
હડસેલી મૂકવો છે: ચાલ ફૂટ… તારી જાતના…’
માથા પર મેલો પાટો બાંધી
ચામડી ખણતો
સવારે તે ઝોકાં ખાતો હશે શેરીમાં
કૂતરાં તેના જખમ પરથી ફૂટતાં લોહીપરુ ચાટતા હશે
ને જતી આવતી સ્ત્રીઓબંગડીઓ રણકાવતી
અટ્ટહાસ્યથી ગલી ગજવતી જશે
સાચે જ
એક પુરુષ ખરીદવો છે મારે
તાજોતંદુરસ્તછાતી પર વાળવાળો
તેને મસળી કચડી છૂંદી લાત મારી નાખી દેવો છે બહાર
ને બરાડવું છું: મોં કાળું કરચાલ્યો જાહરામી!

તસલીમા નસરીન ( -અનુ. સોનલ પરીખ)

No comments: