Thursday, January 24, 2008

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?
જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?

1 comment:

Anonymous said...

આ સુંદર ગીતનાં રચયિતા કવિ શ્રી સુરેશ દલાલ છે... તમને ના ખબર હોય તો 'અજ્ઞાત' લખી શકો છો કે જેથી કોઈને કંફ્યુઝન ના થાય...