Tuesday, January 08, 2008

અનામિકા ....

મારી નજરથી આજ તને આસપાસ શોધી રહ્યો છુ

પણ પ્રિયે તારી જ નજરથી દુનિયા જોઇ રહ્યો છુ


તારા કોમલ હાથની હથેળીને આજ હુ શોધી રહ્યો છુ

પણ સાથે સાથે એ જ તારા હાથના સ્પર્શને મહેસુસ કરી રહ્યો છુ


તારા એ મીઠા ગુસ્સાને આજ હુ શોધી રહ્યો છુ

પણ તારા વિશ્વાસે જ મારા શ્વાસને હંકારી રહ્યો છુ

આ કાવ્ય મારાથી અધુરુ રહ્યુ છે. લખવા માટે ઘણુ થાય છે પણ જ્યારે આ કાવ્ય લઇને બેસુ છુ મન ભરાઈ જાય છે અને કાવ્ય એ જ હાલતમાં રહે છે.મારી નમ્ર વિનંતી છે અન્યને જે આ કાવ્યને પુરી કરી આપે.

1 comment:

Anonymous said...

સુંદર શરૂઆત છે... મૂડ આવે ત્યારે ફરી આગળ વધારજો. એમ પણ તમારી રચનાને બીજું કોઈ આગળ વધારે તો એ તમારી ના રહેશે ને! :-)