Tuesday, January 01, 2008

તો જ ખરુ

તારાથી દુર તારી યાદોમાં રહી શકુ તો ખરુ
તારી યાદોમાં રહી તારા હ્રદયનો ધબકાર બની શકુ તો જ ખરુ

તારી નજ્દીક રહી તારી પડખે હરદમ રહી શકુ તો ખરુ
તારી પડખે રહી તારો પડછાયો બની શકુ તો જ ખરુ

તારા મનમાં રહી તારા વિચારોમાં રહી શકુ તો ખરુ
તારા વિચારોમાં રહી એને વાચા આપી શકુ તો જ ખરુ

તારી યાદોમા તડપી જીવી શકુ તો ખરુ
તડપીને જીવીને પ્રેમમાં પારસમણિ બની શકુ તો જ ખરુ

તારી આ સુમધુર મદમસ્ત આંખોમાં રહી શકુ તો ખરુ
તારી આંખોમાં રહી એને ઝગમગાવી શકુ તો જ ખરુ

મારી યાદમાં વહેતા તારા અશ્રુમાં રહી શકુ તો ખરુ
વહેતા અશ્રુને મૂલ્યવાન મોતીમાં તબદીલ કરી શકુ તો જ ખરુ

મારી સાથે વિતાવેલા તારા હરેક પળમાં જીવી શકુ તો ખરુ
એ હરેક પળમાં તારા ચહેરાની મુસ્કાન બની શકુ તો જ ખરુ

તારા રુદન વેળાએ તને ખભો આપી શકુ તો ખરુ
ખભો આપીને તને શાંત રાખી શકુ તો જ ખરુ

આખી જીંદગી તારા હાથમાં હાથ પરોવી શકુ તો ખરુ
હાથમાં હાથ પરોવી તને જીવનભર સંગાથ આપી શકુ તો જ ખરુ

મારા અને તારા આ પ્રેમની અગ્નિપરીક્ષા પાર કરી શકુ તો ખરુ
અગ્નિપરીક્ષા પાર કરી ફક્ત તારો જ બનીને રહી શકુ તો જ ખરુ.

2 comments:

Falguni said...

Realy very nice poem......Keep it up. Waiting for your published book...so start writing a lot of poems.

Unknown said...

nice poem Kavi