Wednesday, November 28, 2007

પ્રેમ નો સોદો

મંઝીલ બહુ દૂર હતી એમ તો નહોતુ
આ તો રસ્તા અમને થોડા એવા છળી ગયા.

દુશ્મનો બહુ હતા એમ તો નહોતુ
આ તો મિત્રો અમને થોડા એવા મળી ગયા.

હોઠ હાલ્યા નહિં, બોલ ફૂટ્યો નહિં
આંખ થઈ ભીની અને અમે કળી ગયા.

અંધારુ મારા ઓરડાનું ના ગયું તે ના ગયું
કંઈ કેટલાય સુરજ આવ્યા ને ઝળહળી ગયા.

તમે આપ્યું'તુ એ સ્મિત તો આમજ મને
તોય કંઈ કેટલાય શમણાં સળવળી ગયા.

પ્રેમ નો આ સોદો બહુ મોંઘો પડ્યો મને
ખુશી ખરીદવા આવ્યા'તા અશ્રુ રળી ગયા.

1 comment:

Unknown said...

One of the greatest poem I had ever Read........

Tej_Ravi(keep lighting Brother :-)).