Saturday, September 30, 2006

જીત જ લક્ષ્ય છે યાર


હાર થી ગભરાઇને બેસીશ નંઇ તુ યાર
હારથી હાર્યા કેટલાં પણ તારી જીતવાનું છે યાર

હારથી અટવાઇને મુંઝાઇશ્ નંઇ તુ યાર
મુંઝવણને મારી ને આગળ ધપતો રે યાર

હારથી શરમાઇને લપાઇશ નંઇ તું યાર
હાર ખુદ જાય લપાઇ એવું કાંઇક કર તુ યાર

હાર થી વિચલિત થઇ પ્રયત્ન મુકીશ નંઇ તુ યાર
મોતી માટે મરજીવા જેમ દરિયો ખેડી જાણ યાર

હારથી દુ:ખી થઇ ને રોઇશ નંઇ તુ યાર
હારથી શીખ એટલું તુ હાર ખુદ શરમાઇ જાય યાર

હારથી હારીને ભાગીશ નંઇ તું યાર
હિંમતથી કર સામતો જીત આવશે સામેથી યાર

હારથી ગભરાઇને હિંમત હારીશ નંઇ તુ યાર્
નામ કરી દે જગતમાં હારને હરાવીને યાર

હારીને વિચારોના વમળમાં ભટકીશ નંઇ તુ યાર
અડગ કર નિશ્છ્ય મનનો હવે જીત જ લક્ષ્‍ય છે યાર

3 comments:

Anonymous said...

Tari Kavita karate image bhusari Chhe.Just Jocking Both are Real Good.

Anonymous said...

good writing spirit. keep it dear
Kunjal Raval

Neha Daxini said...

Good not bad, a very nice spirit of winning u have great carry on.......