Saturday, September 30, 2006

વ્યથા


જીવનનાં આરંભથી અંતમાં છે વ્યથા
વ્યથાના ચિતારમાં પણ છે વ્યથા

મુકને સતાવે છે બોલ્વાની વ્યથા
બધિરને સાંભળવાની વ્યથા

બાળને છે પાપા-પગલીની વ્યથા
યુવાનને છે ડગલાં સંભળવવાની વ્યથા

તરુણને સતાવે છે પ્રેમની વ્યથા
વ્રુદ્ધને છે સ્વાસ્થ્ય સંભળવવાની વ્યથા

કરોળિયાને જાળ રચવાની વ્યથા
માંકડાને છે ખેલ કરવાની વ્યથા

દિવાકરને છે દ્રષ્ટિ ની વ્યથા
કલાકાર ને છે કલાનિદર્શનની વ્યથા

ધર્મગુરુઓમાં શ્રદ્ધા રાખવાની વ્યથા
દેશમાં છે એકતા ટકાવવાની વ્યથા

પંછીને છે મુકત ગગનની વ્યથા
રવિને છે અરમાનો પુર્ણ કરવાની વ્યથા

દરેક જીવનની છે કંઇક વ્યથા
જીવનને ચોટીએ પહોંચાડવાની છે વ્યથા

1 comment:

Anonymous said...

Vyatha To Life na Each and Every Stage ma chhe Pan Ae Vyatha Ma je Always Khush Rhahe Just Like u Who Every Time Happy.